માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળિયા મિયાણા તાલુકાનાં હરીપર ગામે શાળાના વિદ્યાર્થીઓને દેવ સોલ્ટ દ્વારા ટી-શર્ટ વિતરણ


SHARE







માળિયા મિયાણા તાલુકાનાં હરીપર ગામે શાળાના વિદ્યાર્થીઓને દેવ સોલ્ટ દ્વારા ટી-શર્ટ વિતરણ
 

માળીયા મિયાણા તાલુકામાં સેવાકીય પ્રવૃતિઓ માટે હરહંમેશ મોખરે રહેતા દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા માળિયા (મી.) તાલુકાના હરીપર ગામની પ્રાથમિક શાળાના ૧૬૦ વિદ્યાર્થીઓને ટી-શર્ટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમના મુખ્ય અતિથી મોરબી જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, અતિથી વિશેષમાં દેવ સોલ્ટ પ્રા. લી. ના એમ.ડી. હીરેન્દ્રસિંહજી ઝાલા તેમજ મામલતદાર માળિયા (મી.) શાંતીબેન આહિર, ટી.ડી.ઓ. માળિયા (મી.) રીઝવાન કોનધીયા,માળિયા (મી.) તાલુક્કાના મીઠા ઉદ્યોગકારો અને હરીપર ગામના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમની શરુઆત હરીપર શાળાના આચાર્ય કમલેશભાઈ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાદ કંપનીના અધિકારી વિવેક ધ્રુણા દ્વારા ઉપસ્થિત અતિથીઓને કંપની દ્વારા માળિયા (મી.) તાલુકાના વિવિધ ગામોમાં કરવામાં આવતી વિવિધિ સેવાકીય પ્રવૃતિઓ (એજ્યુકેશન, મેડીટેશન, શેનીટેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પર્યાવરણ લક્ષી શિક્ષણ) વિશે માહિતી આપવામાં આવી હતી મોરબીમાં કલેક્ટર જી.ટી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનો તથા વિદ્યાર્થીઓને સોશિયલ રિસ્પોનશીબીલીટી વિશે જાણકારી આપી હતી અને કંપની દ્વારા સામાજિક તથા સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી અને આ કાર્યક્રમો યોજવા માટે અભિનંદન પાઠવ્યા હતા તો દેવ સોલ્ટ પ્રા. લી. ના એમ.ડી હીરેન્દ્રસિંહજી ઝાલાએ ભૂતકાળમાં પણ વર્ષ ૨૦૧૪ માં મોરારી બાપુના વરદ હસ્તે ટી-શર્ટનું વિતરણ કર્યું હતું. એવી રીતે આ વખતે પણ માળિયા (મી.) તાલુકાના કાંઠાના ગામોની શાળામાં (માળિયા, દેવગઢ (નવા અને જુના), જાજાસર બગસરા, વાંઢયા, જંગી અને આંબલીયારા) ૪૦૦૦ ટી-શર્ટનુ વિતરણ કરવામાં આવશે આ તકે વિદ્યાર્થીઓને અધિકારી અને આગેવાનોના હસ્તે ટી-શર્ટ તેમજ જોય બોક્ષનું વિતરણ કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવ સોલ્ટના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, જયરાજસિંહ જાડેજા, રાજેશ પરમાર, રવિ ડાંગર, જય બોરીચા, કુલદીપ બોરીચા અને અનમોલ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News