મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી, એક સારવારમાં


SHARE













મોરબીના બંધુનગર પાસે ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી, એક સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામ પાસે ગતરાત્રિના ગોજારો વાહન અકસ્માત બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જતા બાઇકને બેફામ ગતિએ દોડતા ડમ્પરના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં હાલ મોરબીના ઢુવા ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના બે પૈકીના એક યુવાનનું મોત નિપજયુ હતું.જેને પગલે ચાર સંતાનોને પિતાની છત્રછાંયા ગુમાવી હતી અને હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના બંધુનગર ગામ પાસે આવેલા રાધે પેટ્રોલિયમ નજીક ગતરાત્રિના નવેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા નિર્ભયભાઇ બ્રિજેન્દ્રપ્રસાદ રાજભર (ઉમર ૪૦) અને અંજયભાઇ ભુરાલાલ રાજભર (ઉમર ૩૫) હાલ બંને રહે ઢુવા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી મૂળ રહે ઉત્તરપ્રદેશ જિલ્લો બલિયા વાળાઓના બાઈકને ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું.(બનાવ જગ્યાએ ગોળાઇની કટ હોય અને ત્યાં ડિવાઇડર પાસે મોટા વૃક્ષ હોવાથી સામેનું વાહન ન દેખાય તેમ હોવાના કારણે મોટા વાહનને નાનુ વાહન ન દેખાયુ હોય તેમ સ્થળ ઉપર હાજર લોકોમાં ચર્ચાતુ હતુ.) જે બનાવમાં ઈજા પામેલા નિર્ભય રાજભર અને અંજય રાજભર બંનેને વાંકાનેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને રાજકોટ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન નિર્ભય બ્રિજેન્દ્રપ્રસાદ રાજભર નામના મૂળ ઉત્તરપ્રદેશના ૪૦ વર્ષના યુવાનનું મોત નિપજયુ હતું.જેને પગલે ત્રણ દીકરીઓ અને એક પુત્ર એમ ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.હાલ આ બનાવની રાજકોટ ખાતેથી જાણ થતા મોરબીસતાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક નિર્ભય અને અંજય મોરબીના સિમોન્ઝા સીરામીક અને કલેઆર્ટ સીરામીક નામના યુનિટમાં પોલીસિંગનો કોન્ટ્રાક્ટ રાખતા હતા અને જેથી તેઓ કામ સબબ બાઈકમાં બંધુનગર અને ઢુવા નજીકથી જતા હતા ત્યારે ડમ્પર ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં સારવાર દરમિયાન નિર્ભય રાજભરનું મોત નીપજ્યું હતું.જ્યારે અંજય રાજભર હાલ સારવાર હેઠળ હોવાનું મૃતકના ગામના સૂર્યકાંત પાંડે પાસેથી જાણવા મળેલ છે.

ઝેરી અસર થતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રહેતી પાયલબેન સંજયભાઈ મકવાણા નામની ૧૬ વર્ષીય યુવતીને જંતુનાશક દવાની ઝેરી અસર થઈ હોય તેને બેભાન હાલતમાં મોરબી ખાતેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ હળવદ પંથકનો હોય હળવદ પોલીસને વધુ તપાસ માટે જાણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના થાન પાસે આવેલા મોરથરા ગામે રહેતા વિક્રમ કેશાભાઈ કોળી નામના યુવાનને ઝેરી દવાની અસર થવાથી તેને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જોકે બનાવ થાન પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય આ બનાવ સંદર્ભે આગળની તપાસ અર્થે ત્યાં જાણ કરાઈ હતી.








Latest News