વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ​​​​​​​  મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં યુવાને ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલ આપનારે ભાડું માંગતા લોખંડના રીંગ પાના વડે માર મારનારા બે શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં હોટલ આપનારે ભાડું માંગતા લોખંડના રીંગ પાના વડે માર મારનારા બે શખ્સની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર રામચોકના ઢાળિયા પાસે હોટલનો ધંધો કરવા માટે થઈને યુવાને બે વ્યક્તિને ૭૦,૦૦૦ હોટલ આપી હતી જેના ભાડાના  પૈસાની ઉઘરાણી કરતા બે શખ્સો દ્વારા તેને લોખંડના રીંગ પાના વડે માથાની પાછળ અને શરીરે માર મારવામાં આવ્યો હતો અને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામચોકના ઢાળિયા પાસે અક્ષર સલૂનની સામેના ભાગમાં રહેતા શંકરલાલ બાલુદાસજી વૈષ્ણવ જાતે સાધુ (૩૫) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ભીમ બીકર તથા રોશન પરિયાર રહે. બંને બોમ્બે ફાસ્ટ ફૂડ હોટલ સનાળા રોડ રામચોક પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, બંને આરોપીને ૧૫ દિવસ પહેલા હોટલનો ધંધો કરવા માટે થઈને ૭૦,૦૦૦ લેખે હોટલની જગ્યા ભાડે આપી હતી જે પૈસાની ઉઘરાણી કરતા બંને આરોપીએ ઉસકેરાઈ ગયા હતા અને તેની સાથે બોલાચાલી કરીને લોખંડના રીંગ પાના વડે તે યુવાનને માથાના પાછળના ભાગે માર માર્યો હતો જેથી યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ભીમ મોતીરામ બીકર જાતે નિજાર નેપાળી (૨૨) તથા રોશન હરિભાઇ પરિયાર જાતે નેપાળી (૨૦) રહે. બંને બોમ્બે ફાસ્ટ ફૂડ હોટલ સનાળા રોડ રામચોક પાસે મોરબી વાળાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડિયા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે માટેલ રોડ ખાતે આવેલ વિકાસ હોટલની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મધુબેન રાજુભાઈ વડેચા નામની ૩૫ વર્ષની મહિલાને ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદનો હોય ત્યાં આ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરાઈ હતી.જ્યારે મોરબીના મકનસર ગામે રહેતા મુન્નાનાથ સુરમનાથ ભાટી (ઉમર ૩૦) નામના યુવાનને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે બીટ વિસ્તારના જમાદાર એ.એમ. ઝાપડિયાએ તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર નજીકના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા મીઠાભાઇ ભીખાભાઈ સોલંકી નામના ૬૦ વર્ષના વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં તેઓને ઈજા થતાં અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ. ઝાપડીયાએ તપાસ હાથ ધરી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.








Latest News