મોરબીના ઉંચી માંડલ પાસે કેનાલમાં પડી ગયેલા ખૂંટીયાને લોકોએ બચાવ્યો
મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાશે: સિનિયર સિટીજનો દ્વારા વ્યસક દિન ઉજવાશે
SHARE
મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાશે: સિનિયર સિટીજનો દ્વારા વ્યસક દિન ઉજવાશે
મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દર વર્ષે ગ્રાહક જાગૃતિ સેમિનારનું મોરબીમાં આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આવતીકાલે તારીખ ૩૦ ના રોજ મોરબી નજીકના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના અધિક કલેકટર તેમજ પૂર્વ સાંસદ સહિતના આગેવાનો હાજર રહેવાના છે
મોરબી જિલ્લા પ્રમુખ લાલજીભાઈ મહેતાની માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી શહેર અને જીલ્લામાં ગ્રાહક જાગૃતિ સેમિનારનું આયોજન મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીના રવાપર ગામમાં આવેલા ઉમા હોલ ખાતે તા ૩૦ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે આ કાર્યક્રમનું આયોજન રકરેલ છે જેમમા અધિક કલેકટર એન.કે.મુછાર, માજી સાંસદ રમાબેન માવાણી, એસપી એસ.આર. ઓડેદરા સહિતના હાજર રહેશે અને મહાનુભાવોના હસ્તે કર્મનિષ્ઠ અધિકારીઓ, પ્રમાણિક વેપારીઓ અને સામાજિક કાર્યકરોને શીલ્ડ આપીને સન્માન કરવામાં આવશે
વ્યસક દિન ઉજવાશે
મોરબી શહેરના કાયાજી પ્લોટ વિસ્તારમાં સિનિયર સિટીઝન માટે થઈને આગામી તા ૧/૧૦ ને શુક્રવારના રોજ વ્યસક ડેની ઉજવણીના ભાગરૂપે વકૃત્વ સ્પર્ધાનું આયોજન છે જેમાં સવારના ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે અને આ સ્પર્ધા માટે થઈને કોરોના અને લોકડાઉન વિષય રાખવામાં આવેલ છે અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સંસ્થાના પ્રમુખ ડો બી.કે. લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટને ફોનથી પોતાના નામ જણાવવા માટે થઈને જણાવ્યું છે અને આ કાર્યક્રમમાંની અંદર બોલવાનો સમય પાંચ મિનિટનો રહેશે અને તમામ સ્પર્ધકોમાંથી પ્રથમ ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવશે અને તેને સન્માનીત કરવામાં આવશે તેવું આ સંસ્થાના પ્રમુખ ડો બી.કે. લહેરુ, મંત્રી મહેશભાઈ ભટ્ટ તેમજ પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ મહેતાએ જણાવ્યું છે