મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો
SHARE









મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો
મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલા છે જે પૈકીનો વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-૧ હાલમાં જ ઓવરફ્લો થયો હોવાનું સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે
મોરબી જીલ્લામાં વરસાદની આગાહી મુજબ ધીમીધારે વરસર વરસી રહ્યો છે ત્યારેમોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-૧ ડેમની તો આજે ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં આજે સાંજે સાડા છ વાગ્યે ઓવરફ્લો થાય છે જેથી કરીને વાંકાનેર અને મોરબી તાલુકાનાં કુલ મળીને 24 ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે તેવું સિચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને તેની સાથો સાથ ડેમી-૨ ડેમ પણ હાલમાં ૮૦ ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે
