મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રાના આયોજનની મિટિંગ મળી
SHARE









મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રાના આયોજનની મિટિંગ મળી
મોરબી યુથ કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રાના આયોજન મિટિંગ રાખેલ હતી અને તેમાં કોરોના મહામારીનાં કારણે જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમના પરિવાર ઘરે રૂબરૂ મળીને સાંત્વના આપી તેમનું માહિતી ફોર્મ ભરી દરેક મૃતક ને ચાર ચાર લાખની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે અને કોરોનાથી થયેલ મૃત્યુને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ૨૦૦૩ અને ૨૦૦૫ અન્વયે સમાવેશ કરી ન્યાય આપવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી મૂકવામાં આવશે આ બેઠકમાં પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને મોરબીનાં પ્રભારી ભૂમનભાઈ ભટ્ટ, સહ પ્રભારી ઉપેન્દ્રસિંહ જાડેજા, ઓબીસી સેલનાં પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કે.ડી.પડસુંબિયા, ધર્મેન્દ્રભાઈ વિડજા, ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર, લખુભા ગઢવી અને બહોળી સંખ્યા માં યુથ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેવું મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું
