ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?
મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ
SHARE









મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ
મોરબીના બાયપાસ રોડે જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જવાથી ઇજા પામેલા યુવાનનું રાજકોટ સારવારમાં મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે
મોરબીના પીપળી ગામે મારૂતિપાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ માળિયા મિંયાણાના વવાણીયા ગામના મુન્નાભાઈ વિજયભાઈ ચાવડા નામનો ૧૮ વર્ષનો યુવાન ગત તા ૮/૯ નરોજ બાઈક લઈને જતો હતો ત્યારે કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા હતા મુન્નાભાઇને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા મુન્નાભાઈ વિજયભાઈ ચાવડાને ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો. અને ત્યાથી ઇજાગ્રસ્ત મુન્નાભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા ત્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું આ બનાવમાં હાલમાં મૃતકના પિતા વિજયભાઈ જગાભાઈ કોળી (૪૦) એ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ગુનો નોંધાયો
મોરબીના લીલાપર-કેનાલ રોડ પાસે આવેલ બોરીયાપાટી વિસ્તારના રહેવાસી અવચરભાઇ બેચરભાઈ પરમાર જાતે સથવારા (૫૫) તથા તેમના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ કલ્યાણજીભાઈ પરમાર બંને ગઇકાલે બોરીયાપાટીમાંથી પગપાળા માતાના મઢ(કચ્છ) જવા માટે નીકળ્યા હતા. અને બપોરના પોણા બારેક વાગ્યાના અરસામાં લક્ષ્મીનગર ગામના પાસે ક્રેનના ચાલકે અવચરભાઇ બેચરભાઈ પરમારને હડફેટે લીધા હતા જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા મહેશ અવચરભાઇએ હાલમાં ક્રેનના ચાલકની સામે ફરિયાદ નોંધવી છ
