મોરબીના જલારામ મંદિરે શુક્રવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
વાકાનેરના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને દબોચ્યો
SHARE
વાકાનેરના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને દબોચ્યો
મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કામ કરી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ હકીકત આધારે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી હરેશભાઇ નરશીભાઇ દેવાયતકા જાતે બારોટ (ઉ.૩૦) રહે. હાલ માલીયાસણ તાલુકો રાજકોટ મૂળ રહે. રંઘોડા તાલુકો ઉમરાળા વાળાની ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી પાસેથી ધરપકડ કરેલ છે અને તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે