મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ટ્રકમાં દાળના બાચકાની આડમાં લઈ જવાતી ૧૨૮૪ બોટલ દારૂ સાથે બે પકડાય


SHARE

















ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ટ્રકમાં દાળના બાચકાની આડમાં લઈ જવાતી ૧૨૮૪ બોટલ દારૂ સાથે બે પકડાય

મોરબી જીલ્લામાં ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ટ્રક પસાર થતો હતો તેને રોકીને પોલીસે ચેક કરતાં મગદાળ, મસુરદાળના બાચકાની આડમાં લઈ જવાતા ૧૨૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે શખ્સોની ,૨૦,૩૦૦ ના દારૂ અને ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ ૧૪,૩૦,૩૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

મોરબીને એલ.સી.બી.ના પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઈ એન.બી.ડાભી તેમજ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી હકિકત મળેલ હતી કે ટાટા ટ્રક નંબર આરજે ૧૯ જીબી ૯૬૩૬ વાળી મોરબી તરફથી ટંકારા તરફ જાય છે જે ટ્રકમાં પ્લાસ્ટીક બાકાની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે જેઠ ઈયા ટ્રકને ટંકારા રાજકોટ હાઇવે રોડ ખીજડીયા ચોકડી નજીક આવેલ છાપરી હોટલ પાસે રોકીને ચેક કરતા મસુરદાળ તથા મગદાળના પ્લાસ્ટીકના બાચકાની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ ૧૨૮૪ બોટલો મળી હતી જેથી પોલીસે ,૩૦,૩૦૦ દારૂ અને બે મોબાઇલ તથા ટ્રક મળીને કુલ કી.રૂ .૧૪,૩૦,૩૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી છોટારામ પુનારામ હુકમારામ ચૌધરી જાટ રહે. બાવળી તરડોફી ઢાણી, તા.બાવળી રાજસ્થાન અને પરમારામ રીડારામ ગોદારા જાતે જાટ રહે. બાવળી ગોદારાકી ઢાણી, તા.બાવળી રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દીપારામ હુડા જાતે જાટ રહે. જોધપુર રાજસ્થાન નું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા અને ભરતભાઇ મિયાત્રાએ કરી હતી




Latest News