ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ટ્રકમાં દાળના બાચકાની આડમાં લઈ જવાતી ૧૨૮૪ બોટલ દારૂ સાથે બે પકડાય
મોરબી જિલ્લામાં પેટા ચૂંટણીનાં મતદાન-મત ગણતરીના દિવસ ‘ડ્રાય ડે’ જાહેર કરાયો
SHARE
મોરબી જિલ્લામાં પેટા ચૂંટણીનાં મતદાન-મત ગણતરીના દિવસ ‘ડ્રાય ડે’ જાહેર કરાયો
મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારની ખાલી પડેલ બેઠકની પેટાચૂંટણીનું તા. ૩/૧૦ રોજ મતદાન થનાર છે. ચૂંટણી પંચની સ્થાયી સુચનાઓ અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ બેઠકના મતદાન વિસ્તારોમાં એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલા ભરવા તેમજ ડ્રાય ડે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે.
આ જાહેરનામાં અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તા. ૧/૧૦ ના સાંજના ૦૬:૦૦ કલાકથી તા.૦૩/૧૦ સાંજના ૦૬:૦૦ કલાક સુધી તેમજ મતગણતરીનો દિવસ એટલે કે, તા. ૫/૧૦ નો દિવસ (આખો દિવસ) "ડ્રાય ડે" જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન તમામ પરવાનેદાર વિદેશી દારૂની દુકાનો (એફ.એલ.-૧ અને એફ.એલ.-૨) તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો (પોપી-૨ એએ અને પોપી-૨) એ ‘‘ડ્રાય ડે’’ના દિવસોએ દારૂ કે પોષ ડોડવાનું વેચાણ નહીં કરવા તેમજ દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.
હથિયારબંધીનું જાહેરનામુ
મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧/૧૦ સુધી હથિયારબંધી ફરમાવેલ છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.