માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા વાહન અકસ્માતોમાં સાત લોકોને ઇજા


SHARE

















મોરબીમાં જુદા જુદા વાહન અકસ્માતોમાં સાત લોકોને ઇજા

મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓએ થયેલા વાહન અકસ્માતોના બનાવમાં સાત લોકોને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર એવન્યુપાર્ક નજીક બાઇક અને એક્ટિવા વચ્ચે અથડામણ થતાં મોરબી વીશીપરામાં રહેતા સમીર ઇકબાલ વલીયાણી નામના વીશીપરામાં રહેતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે ટંકારા તાલુકાના સાવડી (સરૈયા) ગામે રહેતા ધીરૂભાઈ જગશીભાઈ દેવીપુજક નામના ૪૨ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગામ નજીક બાઇક સ્લીપ મારી જતા ઇજાગ્રસ્ત ધીરૂભાઈને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીની આનંદ પેપર મીલમાં પડી જતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલ મોરબી રહેતા ભાઈલાલભાઈ રામભવન નામના ૪૦ વર્ષીય પરપ્રાંતિય મજુર યુવાનને ઇજાઓ થતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો.

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા જડેશ્વર મંદિર પાસે બાઇક સ્લીપ થઇ જવાથી મોરબીના પરાબજાર વિસ્તારમાં રહેતા દિનેશભાઇ શાંતિલાલ સોલંકી નામના ૬૦ વર્ષીય આધેડને ઇજાઓ થવાથી તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતો રમેશ ભગવાનજીભાઈ ખીંટ જાતે ભરવાડ નામનો ૩૧ વર્ષીય યુવાન હળવદમાં બાઈક લઈને જતો હતો ત્યાં તેના બાઇકની આડે ભુંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી ઇજાગ્રસ્ત રમેશભાઈ ખીંટને અત્રે આયુષ હોસ્પીટલે સવારમાં લવાયો હતો.

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલા ઓવરબ્રિજ નજીક બાઇક સ્લીપ થઇ જતા ટંકારાના સાવડી ગામે રહેતા અશ્વિનભાઈ છગનભાઈ પરમાર નામના ૩૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો. તેમજ વાંકાનેરના નવા જાંબુડીયા ગામના રહેવાસી માધાભાઈ ગમારા નામનો ૨૫ વર્ષીય યુવાન બાઇક લઇને વરમોરા ટેક્ષટાઇલ નજીકથી જતો હતો ત્યારે તે બાઇક સ્લીપ થતા પડી જતા ઇજાઓ થવાથી સારવાર માટે લઇ જવાયો હતો.




Latest News