માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવાગામે ખેતરમાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મી)ના નવાગામે ખેતરમાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ ખેતરે રહેલા શખ્સની પાસે દેશી બનાવટની જામગરી બંદૂક હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આમદભાઇ રસુલભાઇ જેડાના ખેતરે દેશી બનાવટનું હથિયાર હોવાની હકીકત મળી હતી જેથી કરીને ત્યાં એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટની પરવાના વગરની જામગરી બંદૂક મળી આવી હતી જેથી પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનું એક હથિયાર કબજે કર્યું હતું અને આરોપી આમદભાઇ રસુલભાઇ જેડા જાતે મિયાણા (૪૪) રહે નવાગામ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News