મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કાયાજી પ્લોટ જાહેરમાં ચલણી નોટથી જુગાર રમતા બે જુગારી પકડાયા


SHARE









મોરબીના કાયાજી પ્લોટ જાહેરમાં ચલણી નોટથી જુગાર રમતા બે જુગારી પકડાયા

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ પાલિકાના કોમ્યુનિટી હોલ પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૮૫૦ ની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝનની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના કાયાજી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ પાલિકાના કોમ્યુનિટી હોલ પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રફીકભાઈ ઉર્ફે મુન્નો રહીમભાઈ દલવાણી જાતે સંધી (૩૭) રહે. કાલિકા પ્લોટ ભવાની સોડા વાળી શેરી મોરબી તથા આરીફભાઈ મુસાભાઇ બીજાણી જાતે કુરેશી મતવા (૩૦) રહે. ભવાની સોડા સામેની શેરી કાયાજી પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૮૫૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયર

મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીની દરગાહ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૦ રૂપિયાની કિંમતના બિયરના જથ્થાને કબજે કર્યો હતો અને ઇમ્તિયાઝભાઈ હુસેનભાઇ કુરેશી જાતે મતવા (૩૦) રહે. કાલિકા પ્લોટ શેરી નં-૨ ઇન્ડિયા પાનની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ બિયરના ટીન તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News