મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે ગરબીમાં પ્રાચીન રસની સાથે આદિવાસી શ્રમિકો માટે ટીમલી રાસ યોજાયો


SHARE







ટંકારાના હડમતિયા ગામે ગરબીમાં પ્રાચીન રસની સાથે આદિવાસી શ્રમિકો માટે ટીમલી રાસ યોજાયો

ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલ રામજી મંદિર ચોક ખાતે નવ દિવસમાં નવદુર્ગાની આરાધના નવરાત્રીમાં કરવામાં આવે છે. છેલ્લા ૪૫ વર્ષથી અહીંયા ગરબી લેવામાં આવે છે અહીંયા ડિસ્કો ડાંડીયાની ગરબી નથી પરંતુ પ્રાચીન રાસ લેવામાં આવે છે અહીંયા ગરબીમાં પ્રારંભમાં નાની બાળાઓ ત્યારબાદ મહિલાઓ અને છેલ્લે પુરુષો પણ રાસ ગરબે રમે છે દર વર્ષે બાળાઓને લહાણી આપવામાં આવે છે આ વર્ષે સ્વ. શર્મિલાબેન રસીકભાઈ રામાવત હસ્તે જીજ્ઞેશ રસીકભાઈ રામાવતશ્રીમતી જીજ્ઞાબેન જીજ્ઞેશભાઈહસમુખભાઈ ધનજીભાઈ ખાખરીયા તથા રજનીકાંત પ્રેમજીભાઈ સંઘાત દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. આ ગરબીનું સંચાલન જુના ગામમાં વિક્રમભાઈ ડી. ગોહેલ તથા નવા પ્લોટમાં કિશોરભાઈ  એમ. કામરીયા કરે છે અત્રે ઉલેખનીય છેકે, ગામમાં પ્રાચીન ગરબીની જમાવટ હોય છે જેમાં ભુવા રાસમેલડી માતાજી રાસજલતા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે નવા પ્લોટમાં "નવદુર્ગા ગરબી મંડળ" માં પ્રાચીન ગરબા લેવાઈ છે તેની સાથોસાથ બહારથી મજૂર કામ માટે આવેલ આદિવાસી પરિવારો માટે ખાસ કરીને ટીમલી રસનું આયોજન ગરબીમાં કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી પરિવારોએ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી






Latest News