મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી માત્ર સિરામિક ક્ષેત્રે જ નહીં લવ જેહાદમાં પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન: કાજલ હિન્દુસ્તાની


SHARE









મોરબી માત્ર સિરામિક ક્ષેત્રે જ નહીં લવ જેહાદમાં પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન: કાજલ હિન્દુસ્તાની

મોરબીમાં શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં આવેલ કાજલ હિન્દુસ્તાની એ લવ જેહાદના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને ખાસ કરીને મોરબી જે સિરામિક ક્ષેત્રે નંબર વન છે તે લવ જેહાદના મુદ્દે પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન છે તેવું કહીને હિન્દુઓને જાગૃત થવા માટે ટકોર કરી હતી

હાલમાં લવ જેહાદનો મુદ્દો સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બને છે ત્યારે મોરબીના આંગણે શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં કાજલ હિન્દુસ્તાની આવ્યા હતા ત્યારે તેમણે લવ જેહાદ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાઈચાર તો બહાના હૈ કાફીર કી બેટી કો ફસાના હૈ અને જે લોકો નવરાત્રીના પંડાલોમાં ગરબે રમવા આવે છે તે રામનવમી, હનુમાન જયંતિ સહિતના હિન્દુ તહેવારોમાં જ્યારે શોભાયાત્રા નીકળે છે ત્યારે ફૂલ વર્ષાવાના બદલે પથ્થરો કેમ વરસાવે છે ? ત્યારે ભાઈચારો ક્યાં જાય છે ? આવા અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ભારતને લવ જેહાદ મુક્ત કરવું છે તેવો પણ લલકાર કર્યો હતો

વધુમાં કહ્યું હતું કે, મોરબી કે જેનું સમગ્ર ભારતની અંદર સિરામિક ટાઇલ્સમાં સૌથી વધુ ઉત્પાદન હોય નંબર વન છે તે મોરબી હવે લવ જેહાદની ઘટનાઓમાં પણ નંબર વન છે જેથી કરીને હિન્દુ સમાજને જાગૃત થવાની જરૂર છે તેવી અપીલ પણ કરી હતી આટલું જ નહીં પરંતુ ગત વર્ષે યોજાયેલ નવરાત્રીના જુદાજુદા ખાનગી પ્લોટના કાર્યક્રમોમાં માતાજીની ભક્તિ અને આરાધનાની વચ્ચે "અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" અને અલી મોલા સહિતના જે ગીત ગાવામાં આવ્યા હતા તેની પણ નોંધ લઈને કહ્યું હતું કે ગત વર્ષે જે થયું હતું તેવું આ વખતે હજુ સુધી કોઈ જગ્યાએ મોરબીમાં યોજાયેલ ખાનગી પાર્ટી પ્લોટની ગરબીમાં થયેલ નથી આ પરિવર્તનની નિશાની છે અને આવતી વખતે અત્યારે જે ઘટનાઓ બની છે તેવી ઘટનાઓ પણ નહીં બને તેવો આસાવાદ વ્યક્ત કર્યો હતો




Latest News