વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરિયા પાસેથી દારૂ ભરેલ ગાડીનો અકસ્માત, બે લાખથી વધુનો મુદામાલ કબ્જે: એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE







વાંકાનેરના લુણસરિયા પાસેથી દારૂ ભરેલ ગાડીનો અકસ્માત, બે લાખથી વધુનો મુદામાલ કબ્જે: એકની ધરપકડ, એકની શોધખોળ

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ પાસે દેશી દારૂ ભરેલ ઈકો ગાડી સુરાપુરાના ઓટલા સાથે અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ પોલીસે તે વાહનને ચેક કરતા તેમાંથી ૧૭૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને ગાડી સહિત ૨,૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સ નાસી ગયો હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ પાસે આવેલા હનુમાનજીના મંદિર પાસે સુરાપુરાના ઓટલા સાથે ઇકો ગાડી નંબર જીજે ૩ કેએચ ૪૭૮૨ અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને જેથી કરીને પોલીસે અકસ્માત થયેલ ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાંથી ૧૭૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો માટે પોલીસે બે લાખની ગાડી અને ૩૫૦૦ ની કિંમતનો દારૂ આમ કુલ મળીને ૨,૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઇકો ગાડીના ચાલક કમલેશભાઈ ધીરુભાઈ ઉઘરેજીયા જાતે દેવીપુજક (૧૯) રહે. ડાકવડલા કોળી પટેલવાસ શેરી નં-૨ તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને લાલો કોળી રહે. ખાટલી તાલુકો ચોટીલા વાળો નાસી ગયો હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 એક બોટલ દારૂ

મોરબીના સનાળા ગામે તળાવ પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે પ્રવીણભાઈ રતિલાલ છત્રોલા જાતે પટેલ (૪૮) રહે. રવાપર તળાવના કાંઠે ગોલ્ડન માર્કેટ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News