મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે વોંકળમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE









ટંકારાના વાઘગઢ ગામે વોંકળમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા વૃદ્ધ કોઈ કારણોસર પાણીના  વોંકળમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને ડેડબોડીને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલમાં મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે નરેશભાઈ છગનભાઈ દલસાણીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ફકરુંભાઈ ધનજીભાઈ બારીયા જાતે આદિવાસી (60) વાઘગઢ ગામે વોકળાના પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને તેના ડેડબોડીને ભરતભાઈ જીતરાભાઇ સંગોળ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારાની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News