મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાં કામ દરમ્યાન ઇલેક્ટ્રીક શોટ યુવાનનું મોત


SHARE













ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાં કામ દરમ્યાન ઇલેક્ટ્રીક શોટ યુવાનનું મોત

ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાં કામ કરતાં સમયે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના રતનપર હાર્દિક કોમ્પ્લેક્સ પાસે રહેતા કૌશિકભાઈ રણછોડભાઈ પઢીયાર (23)ને ઇલેક્ટ્રીક શોટ લાગતા તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી માહિતી પ્રમાણે કૌશિકભાઈ રણછોડભાઈ પઢીયાર ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ આઈનોક કંપની ખાતે પવનચક્કીમાં કામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોટ લાગતા બેભાન હાલતમાં તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News