મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનનો પદભાર સાંભળતા પ્રવિણભાઈ સોનગ્રા
માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1698928205.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો
માળિયા (મી)માં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણના જામીન માટે અરજી કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજીને માન્ય રાખીને કોર્ટે ત્રણ આરોપીઓના જામીન મંજૂર કરેલ છે
માળિયામાં વર્ષ ૨૦૧૬ માં મારામારીની ઘટના બની હતી જેમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ કેસમાં આરોપી રજાક ગફુર મોવર, તાજમામદ ગફુર મોવર અને સલીમ હારૂન જામ રહે. ત્રણેય મોવર ટીંબો માળિયા વાળા વિરુદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પાછળથી હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધેલ છે ત્યારે ત્રણેય આરોપી વતી વકીલ પી.વી. વ્યાસ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને બચાવ પક્ષના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોરબી સેશન્સ કોર્ટે જામીન અરજી મંજૂર કરેલ છે અને ત્રણેય આરોપીના હત્યાના ગુનામાં ૧૦-૧૦ હજારના જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વકીલ પી.વી. વ્યાસ રોકાયેલ હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)