વાંકાનેર રેલ્વે સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ લેવાયા
મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી દારૂની ૧૨ બોટલ સાથે ત્રણ શખ્સ પકડાયા
SHARE
મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી દારૂની ૧૨ બોટલ સાથે ત્રણ શખ્સ પકડાયા
મોરબી શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૨ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુના નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં માધાપર શેરી નંબર ૨૨ માં રહેતા શખ્સની પાસે દારૂની બોટલો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તે શખ્સ પાસેથી દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે ૧૨૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને સ્મિતભાઈ ઉર્ફે સાહિલ હિતેશભાઈ વિઠલાપરા જાતે વાણંદ (૨૪) રહે. માધાપર શેરી નંબર ૨૨ મોરબી વાળો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની મોંઘી દાટ ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસને ૪૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી જીગરભાઈ બીપીનભાઈ ખખર જાતે લોહાણા (૨૬) રહે. હાલ ક્રિષ્ના સોસાયટી નવા બસ સ્ટેશન પાછળ મોરબી મૂળ રહે. ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની ચાર બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરિયાલાલ પ્લાઝાની બાજુમાંથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૩૬૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા જાતે દરબાર (૫૨) રહે. હાઉસિંગ બોર્ડ રામેશ્વર મંદિરની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે