મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી દારૂની ૧૨ બોટલ સાથે ત્રણ શખ્સ પકડાયા
મોરબીના બેલા ગામે ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની ના પડતાં વૃદ્ધાને એક શખ્સે માર માર્યો
SHARE
મોરબીના બેલા ગામે ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની ના પડતાં વૃદ્ધાને એક શખ્સે માર માર્યો
મોરબી તાલુકાના બેલા ગામે ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મુકવાની ના પાડતા ઉસ્કેરાઈ ગયેલા શખ્સે વૃદ્ધને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને વૃદ્ધા તેના ઘરમાં જતાં રહ્યા હતા અને ત્યાર બાદ તે શખ્સે તેના ઘરમાં જઈને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ડાબો હાથ મરડી નાખીને કાંડાના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ તે વૃદ્ધાને છોડાવવા માટે વચ્ચે પડેલ તેની બહેનને પણ ઝાપટો મારી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા (રંગપર) ગામે કુવાની સામે વાળી શેરીમાં રહેતા રતિબેન કાનાભાઈટામારિયા (૬૪)એ હાલમાં વસીમ ઓસમાણભાઈ નારેજા રહે. બેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગામમાં કુવાની સામેના ભાગમાં તેઓની ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની તેમણે ના પાડી હતી જેથી કરીને આરોપીએ શેરીમાં ફરિયાદી વૃદ્ધાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદી પોતાના ઘરમાં જતા રહ્યા હતા જેથી આરોપીએ તેના ઘરમાં પ્રવેશ કરીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ડાબો હાથ મરડીને કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરેલ છે અને તેમને છોડાવવા માટે વચ્ચે પડેલ તેના બહેન બબુને ઝાપટો મારી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વસીમ નારેજા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે
વરલી જુગાર
વાંકાનેરના મિલ પ્લોટ ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે ખલીફા (૬૨) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે