મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા નજીક બાઇક સ્લીપ થતાં ગુપ્ત ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત


SHARE







ટંકારા નજીક બાઇક સ્લીપ થતાં ગુપ્ત ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત

ટંકારાથી સજનપર ગામ તરફ ડબલ સવારી બાઈકમાં બેસીને યુવાન જઇ રહ્યો હતો ત્યારે તેના હાથમાં ગેસનો બાટલો, ચૂલો અને અન્ય સામાન હતો દરમિયાન ટંકારા નજીક આવેલ હોટલ પાસે બાઈક ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ ગયું હતું ત્યારે પાછળ બેઠેલ યુવાન રસ્તા ઉપર નીચે પટકાયો હતો અને તેના હાથમાં રહેલ ગેસનો બાટલો અને અન્ય વસ્તુઓમાંથી તેના ગુપ્ત ભાગે કોઈ વસ્તુ લાગવાથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ દાહોદનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો શૈલેષ અભલાભાઈ કટારા (૨૫) નામનો યુવાન અજીતકુમાર દિતીયાભાઈ બામણીયા રહે. પાનમ જીલ્લો દાહોદ વાળાના બાઈક નંબર એમપી ૪૫ એમએન ૮૫૩૬ માં પાછળના ભાગે ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને ઘરવખરીનો સામાન લઈને બેઠો હતો અને તે ટંકારાના સજનપર ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન ટંકારા નજીક આવેલ અનસ હોટલ પાસેથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઇક ચાલકે અચાનક પોતાના બાઇકને બ્રેક લગાવી હતી જેથી કરીને પાછળના ભાગે ગેસનો બાટલો અને ચૂલો સહિતની વસ્તુઓ લઈને બેઠેલા શૈલેષ અભયસિંગ કટારાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી લઈ આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ રાજુભાઈ અભલાભાઈ કટારા જાતે આદિવાસી (૨૩) રહે હાલ ઓટાળા ગામે લાલજીભાઈ પટેલની વાડીએ મૂળ પાનમ જિલ્લો દાહોદ વાળાની ફરિયાદ લઈને અજીતકુમાર દિતીયાભાઈ બામણીયા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધું

મોરબીના સનાળા રોડ ઉપર સુપર માર્કેટની પાછળના ભાગમાં રહેતા અસ્મિતાબેન ધર્મેશભાઈ રાઠવા (૨૧) નામની યુવતીએ કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.જી. વાળા ચલાવી રહ્યા છે






Latest News