મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૨ નવેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે


SHARE











મોરબી જિલ્લામાં ૨૨ નવેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થીઓ સુધી પહોંચીને યોજનાનો લાભ આપી શકાય તેમજ સરકારની તમામ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આગામી ૨૨ નવેમ્બર થી ૨૫ જાન્યુઆરી સુધી મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ આશયથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ ૨૨ નવેમ્બર થી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે ગ્રામ્ય કક્ષાએ જિલ્લાને ત્રણ રથ ફાળવવામાં આવ્યા છે. આ રથ જિલ્લાના તમામ ૩૬૨ ગામોમાં ફરી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરશે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગામડાઓમાં રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે તમામ તૈયારીઓ કરવા તેમજ તમામ યોજનાઓના લાભાર્થીઓને સાંકળી લેવા કલેકટર જી.ટી. પંડ્યાએ સંલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુબોધકુમાર પી. દુદખીયા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા




Latest News