મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં યુવાનની હત્યા કરનારા શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં યુવાનની હત્યા કરનારા શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીના લાભનગરમાં મંગળવારે રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારે ત્યાં સમજાવવા માટે ગયેલા ગઢવી યુવાનને મુસ્લિમ શખ્સે છાતીના ભાગે છરીનો જીવલેણ ઘ મરવામાં આવ્યો હતો જેથી તેને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-૨ માં રહેતા લાખાભાઈ ગઢવીના ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળો ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવાની ના પડતાં તેને સમજાવવા માટે ગયેલા રાજેશદાન અમરદાન નાંધુ જાતે ગઢવી (૪૮)ને વલીમામદે છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, ટૂંકી સારવારમાં રાજેશદાન ગઢવીનું મોત નીપજયું હતું જે હત્યના બનાવમાં હાલમાં નારણભા પંચાણભા દેવસુર જાતે ગઢવી (૫૫) રહે. લાભનગર, વેજીટેબલ રોડ મોરબી વાળાએ વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News