મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા નજીક કંપનીમાં ઘૂસીને રોકડા ૫,૭૫,૫૦૦ ની ચોરી


SHARE







વાંકાનેરના ભોજપરા નજીક કંપનીમાં ઘૂસીને રોકડા ૫,૭૫,૫૦૦ ની ચોરી

વાંકાનેર નજીક ભોજપરા ગામની સીમમાં જેતપરડા રોડ ઉપર આવેલ કંપનીમાં ઘૂસીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ટેબલના ખાનામાંથી રોકડા ૫,૭૫,૫૦૦ ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ અમરનાથ મહાદેવ મંદિરની બાજુમાં પદ્માલય એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૨ માં રહેતા નરોતમભાઈ રવજીભાઈ સરસાવડીયા જાતે પટેલ (૫૨)એ હાલમાં વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામની સીમમાં જેતપરડા રોડ ઉપર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તેઓની આવેલ છે અને તે કંપનીમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયે કારખાનાની પાછળના ભાગમાં દિવાલના તાર કાપીને કારખાનામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કારખાનાની ઓફિસના ટેબલના ખાનામાં રાખવામાં આવેલ ૫,૭૫,૦૦૦ રૂપિયા તથા સાહેદ હાર્દિકભાઈના પાકીટમાં રાખેલ ૫૦૦ આમ કુલ મળીને ૫,૭૫,૫૦૦ ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.સી. સોલંકી ચલાવી રહ્યા છે.

 

અકસ્માત બનાવવામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અકસ્માત બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને તે બનાવો અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પામી હતી.જે બનાવમાં હાલમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બગડા દ્વારા અકસ્માત સર્જીને વ્યક્તિનું મોત નિપજાવનાર વાહન ચાલક ભરત વિષ્ણુભાઈ પણદા જાતે ભીલ (૩૮) ધંધો ડ્રાઇવિંગ રહે.ટીંબડી પાટીયા પાસે સરદાર કોલોની મૂળ રબે.નાની ખોડાઈ તાલુકો રોટલા જિલ્લો જાંબુવા મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી.
 
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ બાવરવા નામનો યુવાન બાઈક લઈને વાડીએથી પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાઓ પહોંચતા ઈજા પામેલા ધર્મેન્દ્રભાઈ બાવરવાને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.





Latest News