મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબા ગામના પાટીયા પાસે બોલેરો ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: યુવાન સારવારમાં


SHARE







માળીયા (મી)ના માણાબા ગામના પાટીયા પાસે બોલેરો ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: યુવાન સારવારમાં

માળીયા અમદાવાદ હાઈવે ઉપર માણાબા ગામના પાટીયા પાસે બોલેરો ગાડીના ચાલકે એકટીવાને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને એકટીવા લઈ જઈ રહેલા યુવાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેના પિતાએ નોંધાયેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આવેલી કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ સૂર્યકૂર્તિ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ લખમણભાઇ ડાંગર જાતે આહિર (૪૫)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ૧૫ એવી ૪૯૦૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો દીકરો જયરાજ મુકેશભાઈ ડાંગર (૨૧) તેનું એકટીવા નંબર જીજે ૩૬ એએચ ૨૬૦૦ લઈને માણાબા ગામના પાટીયા પાસે ઘોડાધ્રોઈ નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં બોલેરો ગાડીના ચાલકે આવીને બેદરકારીથી પોતાનું વાહન ચલાવીને એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં જયરાજ મુકેશભાઈ ડાંગરને માથા, હાથ, પગ અને સાથળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્ય લક્ષ્મી સોસાયટીના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ જાતે રજપૂત (૩૬) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કૂલની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News