મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

મોરબી નજીકના પંચાસર ગામે રાજપૂત સમાજની વાડીમાં ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા તા. ૧૮ થી ૨૪ સુધી ચાલશે જેથી તેનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે

પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ આર. ઓઝા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને આ કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી ચાલુ રહેશે અને કથા ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે ગામના લોકો સહિતના લોકોને કથાનો લાભ લેવા માટે આયોજક ગંભીરસિંહ ભુરૂભા ઝાલા તથા અર્જુનસિંહ ગંભીરસિંહ ઝાલા દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે

મેલડી મંડળનું આયોજન

મોરબીના જીકીયારી ગામે તા ૧૪ ને મંગળવારે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને જીકીયારી ગામે જ રહેતા નીલેશભાઈ ચતુરભાઈ અદગામા દ્વારા જય જોડવારી મેલડી મંડળ રમાડવામાં આવશે. જેથી કરીને આ ધાર્મિક કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે




Latest News