કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ-પાલિકાની ટીમ દ્વારા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE







મોરબી શહેર ભાજપ-પાલિકાની ટીમ દ્વારા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું 

ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા હાલમાં જુદા-જુદા જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે ત્યારે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની જાન આશીર્વાદ યાત્રા ગઈકાલે સાંજે મોરબી શહેર વિસ્તારની અંદર પહોંચી હતી ત્યારે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને મહામંત્રી રિસીપભાઇ કેલા તેમજ ભાવેશભાઇ કંજારિયા તેમજ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમારની આગેવાની હેઠળ શહેર ભાજપની ટીમ તેમજ મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યો અને ભાજપ પરિવાર દ્વારા મોરબી શહેરના તમામ મુખ્ય રાજમાર્ગો ઉપર રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓને કુમકુમ તિલક કરી, ઘોડે બેસાડીનેસાફો તેમજ પાઘડી બાંધીને આવકાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું મોરબોમા સૌપ્રથમ સામાકાંઠે વિસ્તારમાં મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજામોરબી પાલિકાની ટાઉન પ્લાનિગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, ચંદુભાઈ હુંબલ, જ્યોતિસિંહ,  મેઘરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરા અને તેઓની ટીમ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોરબી શહેરના હાર્દસમા નેહરુ ગેઇટ ચોકમાં નગરપાલિકાના વોર્ડ નંબર- ના ચૂંટાયેલા સભ્ય અને પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન દેવભાઈ અવાડિયા સહિતની ટીમ તેમજ વોર્ડ નંબર-૧૩ ના ચૂંટાયેલા સભ્ય અને પાલિકાની ગેરેજ કમિટીના ચેરમેન ભાવિકભાઈ જારીયા, પાલિકાના માજી ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતની ટીમ દ્વારા તેઓનું વાજતે ગાજતે અને રાસમંડળીની રમઝટ અને ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવી જ રીતે મોરબી શહેરના રવાપર રોડ ઉપર શહેર ભાજપ પ્રમુખ લખાભાઇ જારીયાની ઓફિસ પાસે અને બાપાસીતારામ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.






Latest News