મોરબી-માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રિજેશ મેરજાને ઘોડે ચડાવીને વાજતે ગાજતે કરાયું સન્માન
મોરબીના ઉદ્યોગકારોના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોચાડીને નિરાકરણ માટે પ્રયત્નશીલ રહીશ: બ્રિજેશ મેરજા
SHARE







મોરબીના ઉદ્યોગકારોના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોચાડીને નિરાકરણ માટે પ્રયત્નશીલ રહીશ: બ્રિજેશ મેરજા
મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ રાધે પાર્ટી પ્લોટ ખાતે મોરબી સિરામીક એસોસીએશન દ્વારા રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી સિરામીક એસો., મોરબી પેપરમીલ એસો., મોરબી સોલ્ટ એસો., મોરબી ક્લોક એસો., મોરબી સ્કૂલ એસો., મોરબી આઇએમએ, મોરબી પોલિપેક એસો., મોરબી સ્પ્રેડાયર એસો., મોરબી પાટીદાર ધામ ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ મોરબીના પત્રકારો સહિત જુદા જુદા એસો. અને સંગઠન દ્વારા મંત્રી બ્રિજેશભાઈનુ અભિવાદન કરવામાં આવ્યું હતું.
ત્યારે ખાસ કરીને મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મોરબી સિરામિક ઉદ્યોગના જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટે અને ખાસ કરીને હાલમાં જે નવી પીડા આવી પડી છે તેના ઉકેલ માટે પણ રાજ્યના પંચાયત વિભાગમાં જ્યારે મંત્રી મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ છે ત્યારે મોરબીના ઉદ્યોગ જગતના પ્રશ્નો પણ વહેલી તકે ઉકેલાય તેના માટેની તેઓએ લાગણી અને માગણી વ્યક્ત કરી હતી અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના ઉદ્યોગકારોએ અભિવાદન સમારોહમાં હાજર હતા તેમને મોરબીના નાગરિક અને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના જવાબદાર મંત્રી તરીકે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે મોરબી સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોને લગતા જે કોઈ પ્રશ્નો હશે તેના નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે તેના માટે ઉદ્યોગકારોની સાથે રહીને સરકારમાં પ્રયત્નો કરવામાં આવશે તેની સાથોસાથ મોરબીના લોકો અને ગુજરાત રાજ્યના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે વર્તમાન સરકાર દ્વારા ત્વરિત નિર્ણય કરીને તાત્કાલિક તેની અમલવારી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ કાર્યક્રમની અંદર મોરબી સીરામીક એસો. ના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, માજી પ્રમુખ વેલજીભાઈ પટેલ (બોસ), માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, બચુભાઈ અગોલા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી સોલ્ટ એસો.ના આગેવાન દિલુભા જાડેજા, પ્રમોદભાઈ વરમોરા, જીગ્નેશ કૈલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો સહિતના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલીયા, નરેન્દ્રભાઈ સંઘાત, પરેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
