અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે થયેલ ફાયરિંગના ગુનાના આરોપી ઉપર નવા વઘાસીયા પાસે ચાર શખ્સોએ કર્યો હુમલો


SHARE













વાંકાનેરના કેરાળા ગામે થયેલ ફાયરિંગના ગુનાના આરોપી ઉપર નવા વઘાસીયા પાસે ચાર શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે રામરામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો અને ફાયરિંગ કર્યું હતું જે ઘટનાના આરોપી ઉપર વાંકાનેરના નવા વઘાસીયા ગામ પાસે ફાટક નજીક ચાર શબ્દો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ફોરવીલ કારમાં આવેલા શખ્સોએ વૃદ્ધના બાઇકને રોકાવીને તેને લાકડી વડે જેમ ફાવે તેમ માર મારીને ગાળો આપી હતી અને બંને હાથે અને પગે ગંભીર ઇજા કરી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ધમલપર-૨ માં રહેતા લાખાભાઈ ગોરાભાઇ બાંભવા જાતે ભરવાડ (૬૫) એ હાલમાં નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર તેમજ અન્ય ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, થોડા દિવસો પહેલા આરોપી નથુભાઈ ગોલતરના સગા રૈયાભાઈ ગોલતર સાથે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયેલ હતો અને ત્યારે ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેમાં રૈયાભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને  આવ્યા હતા જે બાબતનો ખાર રાખીને નથુભાઈ ગોલતર તથા તેની સાથે આવેલા શખ્સોએ ફોરવીલ ગાડી વૃદ્ધના બાઈકની આડે ઊભી રાખી હતી અને લાખાભાઈ બાંભવાને લાકડી વડે શરીર ઉપર આડેધડ હાથે અને પગે માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ લાખાભાઈ બાંભવાએ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના જોધપર નદી ગામે આવેલ પટેલ બોર્ડિંગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહેશ બચુભાઈ જીજવાડીયા (૪૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના સાદુળકા અને લક્ષ્મીનગર ગામ વચ્ચે કાર તથા રીક્ષાનો અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં અરવિંદ ગુણુભાઈ વાઘાણી (૨૮) રહે. લીલાપર રોડ મોરબી વાળાને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે




Latest News