મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

દઈને દુશમન બન્યા !: મોરબીમાં યુવાને ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











દઈને દુશમન બન્યા !: મોરબીમાં યુવાને ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશીપની સામેના ભાગમાં રહેતી મહિલાના દીકરાએ ૫૦૦૦ રૂપિયા હાથ ઉછીના આપેલ હતા જે પૈસા તેને પાછા માંગતા આરોપીને સારું લાગ્યું ન હતું અને ત્રણ શખ્સોએ મહિલાના ઘરે આવીને પૈસા બાબતે તેના દીકરા સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના દીકરાને માતાના ભાગે મૂર્તિ મારીને ગંભીર ઇજા કરી હતી તેમજ તેને ઢિકાપાટુનો માર માર્યો હતો અને માટલા વડે હાથમાં અને પગમાં માર મારતા ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશિપની સામેના ભાગમાં વાસુરભાઈ જારીયાની ઓરડીમાં રહેતા દુર્ગાબેન કેસેભાઈ બીકે જાતે નેપાળી (૫૫)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રતન રામબહાદુર થારૂ અને માનબહાદુર પદમબહાદુર વિશ્વકર્મા રહે. બાને હાલ લોટસ સોસાયટીની સામે રવાપર રોડ મોરબી તથા કમલ થારૂ ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના દીકરા પ્રકાશે આરોપી રતન રામબહાદુરને ૫૦૦૦ રૂપિયા હાથ ઉંછીના આપ્યા હતા જે પૈસા તેના દીકરાએ તેની પાસેથી પરત માગ્યા હતા જે તેને સારું નહીં લાગતા ત્રણેય આરોપીઓ ફરિયાદી મહિલાના ઘરે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારે રતન રામબહાદુરે ફરિયાદીના દીકરાને માથાના ભાગે મૂર્તિ મારતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી તેમજ માનબહાદુરે ઢિકાપાટુનો માર માર્યો હતો અને કમલ થારૂ એ માટલા વડે ફરિયાદીના દીકરાને હાથે અને પગે માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યો બાદ આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.એસ. સૌંદરવા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબીના લખધીર પૂર રોડ ઉપર રહેતા ધર્મેશભાઈ રણજીતભાઈ મકવાણા (૨૨) નામના યુવાને આલ્ફા સીરામીક સામે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામથી મોરબી તરફ બાઇકમાં બેસીને ભારતીબેન શંકરભાઈ ગોહિલ (૩૦) રહે. રાજકોટ વાળા આવી રહ્યા હતા ત્યારે પટેલ એસ્ટેટ પાસે સર્વિસ રોડ ઉપર કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ખરેડા ગામે રહેતા રસિકભાઈ નારણભાઈ શંખલપરા (૩૩) નામનો યુવાન મોરબીના મહેન્દ્રનગરથી ખરેડા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ઊંચી માંડલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા થવાથી રસિકભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે




Latest News