મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં બળતણ માટે ગાંડા બાવળ કાપતા વૃદ્ધને ઈંટ વડે માર માર્યો: એટ્રોસીટીની ફરિયાદ


SHARE











મોરબીના લાયન્સનગરમાં બળતણ માટે ગાંડા બાવળ કાપતા વૃદ્ધને ઈંટ વડે માર માર્યો: એટ્રોસીટીની ફરિયાદ

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરાની બાજુમાં લાયન્સનગર પાસે ઘરની પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટમાં ગાંડા બાવળ બળતણ માટે કાપી રહેલા વૃદ્ધને ત્યાં જ રહેતા એક શખ્સે બાવળ પોતાને જોઈએ છે તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ઈંટ વડે માથામાં માર મારીને ઇજા કરી હતી અને વૃદ્ધ પડી જતાં તેને ફ્રેકચર થયું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરાની પાછળના ભાગમાં આવેલ રોહીદાસપરની બાજુમાં લાયન્સનગર પાસે રહેતા મનુભાઈ ઉર્ફે મનજીભાઈ લાલજીભાઈ ચાવડા જાતે અનુ. જાતિ (૭૫) એ મહેબુબભાઇ હુસેનભાઇ મીયાણા જાતે મુસ્લિમ રહે. રોહીદાસપરાની બાજુમાં લાયસનગર પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં આડા પડી ગયેલા ગાંડા બાવળની ડાળીઓ બળતણ માટે કાપતા હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને બાવળ પોતાને જોઈએ છે તેમ કહી ના પાડી બોલાચાલી કરી હતી અને ફરિયાદીને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા તથા ઇંટનો ફરિયાદી વૃદ્ધ ઉપર ઘા કરીને તેને માથાના ભાગે ઇજા કરી હતી અને ફરિયાદી પડી જતા તેને ડાબા પગમાં સાથળના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના નવા ધરમપુર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુમનબેન અનિલભાઈ દહેકિયા જાતે દેવીપુજક (૨૦) અને અનિલભાઈ પ્રભુભાઈ દહેકિયા જાતે દેવીપુજક (૨૧) ને ઇજાઓ થઈ હોવાથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસન બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે




Latest News