મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈથી હડમતીયા જતાં રસ્તા ઉપરથી તમંચા સાથે એક શખ્સ પકડાયો


SHARE







ટંકારાના લજાઈથી હડમતીયા જતાં રસ્તા ઉપરથી તમંચા સાથે એક શખ્સ પકડાયો

ટંકારા તાલુકાના લજાઈ થી હડમતીયા તરફના રોડ ઉપર આવેલ માતાજીના મંદિર પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારાની લજાઈ ચોકડીથી હડમતીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર સામેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસે લોખંડનો દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૦૦૦ રૂપિયાની કિંમતનો તમંચો કબજે કર્યો હતો અને આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલ અરવિંદસિંહ ઝાલા (૨૫) રહે. લજાઈ ગામ વાળાની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એટ્ક મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News