મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના મહીકા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ મહિકા ગામે મંજૂરભાઈ બાદીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બબલુ ઘૂમસિંગ ઘારવા (૨૮) નામના યુવાને કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે વાંકાનેરની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા બચુભાઈ માધાભાઈ ભીમાણી બાઇકમાં મહાદેવ મંદિરે જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ બનાવમાં બચુભાઈ ભીમાણીને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ રામકો સોસાયટી ખાતે રહેતા મેરુ હિંમતભાઈ પંચાસરા (૨૭) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. વાસીયાણી ચલાવી રહ્યા છે






Latest News