મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કારખાના છાપરા બદલવા કે રીપેર કરવામાં શ્રમિકોની સલામતી રાખવા કારખાનેદારોને તાકીદ


SHARE















મોરબી જીલ્લામાં કારખાના છાપરા બદલવા કે રીપેર કરવામાં શ્રમિકોની સલામતી રાખવા કારખાનેદારોને તાકીદ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ગઈકાલે કરા પડ્યા હોવાથી ઘણા કારખાનામાં શેડના છાપરા તૂટી ગયા છે ત્યારે સિમેન્ટ શિટના છાપરાના રીપેરીંગ કે પતરા બદવાની કામગીરી કરતાં પહેલા શ્રમિકોની પુરતી સલામતી રાખવા માટે કારખાનેદારોને તાકીદ કરવામાં આવી છે અને જો બેદરકારી રાખવામા આવશે તો ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું છે

મોરબી જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક અને સંચાલકોને જાણ કરવામાં આવી છે કે, તાજેતરમાં તા. ૨૬ ના રોજ આવેલ તેજ પવન સાથે કમોસમી કરાનો વરસાદ પછી કારખાનામાં અગર કોઈ જુના કે જર્જીત કે તૂટી જવાની સંભાવના હોય તેવા બિલ્ડીંગના ભાગો કે અન્ય જોખમી ભાગો હોય તો આવા દરેક ભાગોને તાકીદે રીપેરીંગ કરશો અને આવા દરેક ભાગોની આજુબાજુ કોઈપણ શ્રમીક, શ્રમયોગી કે વ્યક્તિ ના જાય તેની પૂરતી તકેદારી રાખશો તથા સિમેન્ટ શિટના છાપરાના રીપેરીંગ કે પતરા બદવાની કામગીરી માટે કોઈપણ શ્રમિકોને કામે રોકતા પહેલા તેઓની પુરતી સલામતી માટે આઇએસ સ્ટાન્ડર્ડના સલામતીના સાધનો જેવા કે, સેફટી બેલ્ટસેફટી હાર્નેસહેલ્મેટક્રાઉલિંગ બોર્ડવગેરે સાધનો અચૂક આપવા તથા કામગીરી શરુ કરતા પહેલા "પરમીટ-ટુ-વર્ક એટ હાઈટ" સિસ્ટમનો અમલ થાય તથા આવી કામગીરી જવાબદાર વ્યક્તિના સતત સુપરવિઝન હેઠળ જ કરવામાં આવે તે સુનિસ્ચિત કરવાનું રહેશે

 

વધુમાં જણાવ્યુ છે કે, એલપીજી ટેંક અને એલપીજી કે નેચરલ ગેસની પાઇપલાઇન ચાલુ કરતા પહેલા લાઈનમાં કોઈપણ જાતની લીકેજ ન હોય તેની ખાતરી કરી લેવી અને એલપીજી/નેચરલ ગેસ વપરાશ અંગેની SOP ચુસ્ત રીતે અમલ કરવી અને એલપીજી લીકેજ ના થાય તે અંગે તેના સુરક્ષાના સાધનો જેવા કે એલપીજી સેન્સરએલપીજી/નેચરલ ગેસ લીકેજ ડિટેક્ષન સિસ્ટમ અને ફાયર ફાઈટિંગના સાધનો કામ કરે છે કે નહીં તેની સુનિશ્ચિત કરવી અને લેમીનેટના કારખાનામાં ફોર્માલ્ડિહાઈડના પ્લાન્ટ ચાલુ કરતા પહેલા ફિનોલમિથેનોલ તથા ફોર્માલ્ડિહાઈડની પાઇપલાઇન યોગ્ય રીતે ચેક કરવી અને પ્લાન્ટ ચાલુ કરવા અંગેની સુરક્ષિત SOP અમલ કરવાની રહેશે જો તેમ કરવામાં ચૂક થશે કે કોઈપણ શ્રમિકોને અકસ્માત નડશે તો નાયબ નિયામકઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીમોરબી કચેરી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું છે 






Latest News