વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા પાસે પગપાળા જતાં યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE











મોરબીના વીરપરડા પાસે પગપાળા જતાં યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતો યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના વીરપરડા ગામે રહેતા ગીરીશભાઈ હરજીભાઈ મુંદડીયા (૪૦) નામનો યુવાન સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા પટુ શાંતિલાલ કડેવાર (૨૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ માંગરની વાડી ખાતે રહેતા શાંતિલાલ વેલજીભાઈ કંઝરિયા (૩૫) નામનો યુવાન મોરબીમાં મશાલ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરીશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી




Latest News