કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી માલધારી સમાજમાં રોષની લાગણી: મનસુખભાઈ રબારી


SHARE







ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી માલધારી સમાજમાં રોષની લાગણી: મનસુખભાઈ રબારી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપ્રમુખ મનસુખભાઈ રબારી, રમેશભાઈ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતના અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તેના મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉદ્યોગપતિઓની મીટીંગમાં ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ૮ દિવસમાં શહેરમાં ગાયો ન દેખાવી જોઈએ તેવો નિર્ણય કરેલ છે જે અંગે માલધારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે કેમ કે, માલધારી સમાજની રોજીરોટી છીનવવાની વાત તેમના દ્વારા કરવામાં આવેલ છે જેથી સી.આર. પાટીલ દ્વારા માલધારી સમાજની માફી માંગવામાં આવે તેવી માંગ કરેલ છે અને મહાનગરોમાં વસતા માલધારીઓ તેમજ ગયો માટે અલગથી જમીન ફાળવવામાં આવે, ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપવાનું બંધ થવું જોઈએ, ગામડાઓમાં વાડાની જમીન ફાળવવામાં આવે, વાડાઓને રેગ્યુલાઈઝ કરવામાં આવે, સરકારની રહેમ રાહે ચાલતા કતલખાનાઓ બંધ કરવામાં આવે અને ગૌચરની જમીન પર થયેલા દબાણો દુર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો માલધારી સમાજની માંગણીઓ પૂરી કરવામાં આવશે તો ગાયો રોડ પર નહિ આવે તેવી ખાતરી આપી છે






Latest News