મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી: ભાઈ અન્ય યુવક સાથે વાત કરતા જોઈ જતા સગીર બહેને ન કરવાનું કર્યુ


SHARE







મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકર અન્ય યુવાન સાથે અંધારામાં વાતો કરતી હતી ત્યારે તેનો ભાઈ તેને જોઈ ગયો હતો જેથી કરીને તેનો ભાઈ તેના માતા-પિતાને જાણ કરી દેશે તે ચિંતામાં તેણે ખાનપર ગામ નજીક જીઇબીના વીજ પોલ સાથે ચુંદડી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં ધનજીભાઈ સવજીભાઈ કંઝારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ સમસુભાઈ મીનામા જાતે આદિવાસી (૩૭) ની દીકરી દીપિકાબેન દિનેશભાઈ મીનામા જાતે આદિવાસી (૧૭) એ ખાનપર ગામની સીમમાં ગોકળભાઈ ડાયાભાઈ અમૃતિયાની વાડીના શેઢે જીઇબીના વિજ પોલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીતેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવાની મૃતક સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ  મૃતક સગીરા વાડીથી ત્રણ ખેતર દૂર વિપુલ નામના છોકરા સાથે અંધારામાં વાતો કરતી હતી અને ત્યારે તે બંનેને તેનો ભાઈ રોહીત જોઈ ગયો હતો જેથી કરીને તે બંને અલગ અલગ ખેતરમાં ભાગી ગયા હતા અને સગીરાનો ભાઈ તેના માતા-પિતાને આ અંગે વાત કરશે તેવું મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવે છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News