મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા નજીક કારખાનામાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE







ટંકારા નજીક કારખાનામાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં ટંકારા નજીક આવેલ કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કારખાને હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે યુવાનનું હાર્ટ અટેકથી મોત થયાનું જાહેર કરીને આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

 બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના રહેવાસી અને હાલમાં ટંકારા નજીક આવેલ સાલદીપ વિનાયાલ એલએલટી નામના કારખાનામાં અલ્કેશભાઇ ભાલોડીયાને ત્યાં મજૂરી કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા રામ સીધારે (૪૦) નામના યુવાનને ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હાર્ટ અટેક આવી જતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ડોક્ટર દ્વારા આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

 અકસ્માતમાં ઇજા

વાંકાનેરના નવા પંચાસર ગામે જવાના રોડ ઉપરથી વાંકાનેરના નવા પર તલડીના કારખાના પાસે રહેતા નવઘણભાઈ કાળુભાઈ દેત્રોજા જાતે કોળી (૩૨) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે ૩ એચબી ૮૮૨૨ લઈને ગેસનો બાટલો ભરાવવા માટે જઈ રહ્યો હતો દરમિયાન બોલેરો ગાડી નંબર જીજે ૩૬ ટી ૩૭૬૧ ના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઈક ઉપર જઈ રહેલા ફરિયાદીને જમણા પગે ફેક્ચર અને જમણી આંખની ઉપરના ભાગમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર લીધા બાદ હાલમાં બોલેરો ગાડીના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News