વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે વધુ એક વખત પાલિકા દ્વારા ૧૦૦ જેટલા લારી-ગલ્લા હટાવાયા: નગરદરવાજા ચોક દેખાતો જ નથી !


SHARE











મોરબીના શનાળા રોડે વધુ એક વખત પાલિકા દ્વારા ૧૦૦ જેટલા લારી-ગલ્લા હટાવાયા: નગરદરવાજા ચોક દેખાતો જ નથી !

મોરબી શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણો છે જો કે, પાલિકાને વારંવાર શનાળા રોડ ઉપર ન જ દબાણ દેખાઈ છે તે સિવાય નગરદરવાજા ચોક કે પછી અન્ય મુખ્ય માર્ગ ઉપરના દબાણો દેખાતા જ નથી તે હક્કિત છે હાલમાં પાલિકાની ટીમે દબાણ દૂર કરવાની પાસેરામાં પૂણી સમાન કામગીરી મોરબીના શનાળા રોડે કરી હતી અને ત્યારે સરદાર બાગથી છોટાલાલ પેટ્રોલપંપ સુધીના વિસ્તારમાં કુલ મળીને ૧૦૦ જેટલા લારી ગલ્લા હટાવવામાં આવેલ છે જો કે, બે મહિના પહેલા જ આ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા તો પણ પાછા ત્યાં દબાણો થઈ ગયા હતા ત્યારે તંત્રની નબળાઈના લીધે દિવસેને દિવસે મોરબીમાં લારી ગલ્લા અને પથરણાના દબાણો વધી રહ્યા છે તે હક્કિત છે

મોરબી પાલિકા દ્વારા વારંવાર દબાણ હટાવવાનું કામ કરવામાં આવે છે જો કે, તંત્રની કોઈ ધાક ન હોવાથી ફરી પાછા દબાણો ત્યાં ખડકાઈ જાય છે ગઇકાલે મોરબીના શનાળા રોડે આડેધડ ફૂટપાથ અને રોડ સાઇડમાં જે દબાણો કરવામાં આવેલ હતા તેને હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી જો કે, વાહન લઈને નીકળતા બાઈક અને કાર ચાલકોને વાહન પાર્ક કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી હતી જેથી કરીને લોકો રોડ પર વાહન પાર્ક કરવા મજબુર બને છે. ત્યારે શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગ ઓમ શાંતિ સ્કુલ બહાર પાર્કિંગ અને તેની સામેની સાઈડ નવા બસ સ્ટેશનની બન્ને સાઈડ, સરદાર પટેલ પ્રતિમાની આસપાસ, પાણી પુરવઠા કચેરી બહાર, જીઆઇડીસી સામેના ભાગે, માર્કેટિંગ યાર્ડની સામે અને તેની આસપાસ વિસ્તાર તેમજ લઇ છોટાલાલ પેટ્રોલ પંપ સુધીના રોડની બન્ને સાઈડ કુલ મળીને ૧૦૦ જેટલા લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા અને રસ્તા તેમજ ફૂટપાથ ખુલ્લી કરવામાં આવેલ છે જો કે, આ પાલિકાના સ્ટાફને મોરબીના નગરદરવાજા ચોક, પરાબજાર, ગાંધીચોક, લોહાણાપરા, શાક માર્કેટ ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે આડેધડ કરવામાં આવેલા દબાણ કેમ દેખાતા નથી તે સૌથી મોટો સવાલ છે અને વારંવાર શનાળા રોડે જ કેમ દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવે છે તે તપાસનો વિષય છે




Latest News