ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ


SHARE











વાંકાનેરમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ

મૂળ વાંકાનેર નજીકના વઘાસીયા ગામના અને હાલ વાંકાનેરના સીટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરી જવાતા ફરિયાદ નોંધાવા પામેલ છે.

વાંકાનેર સિટી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ વઘાસીયાના રહેવાસી અને હાલ વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દિકરીનું વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામનો રહેવાસી દિપક શામજી રંગપરા કોળી નામનો ઇસમ ગત તા.૨૮-૯ ના રાત્રિના અઢી વાગ્યાના સુમારે અપહરણ કરી ગયો હોય તેની સામે ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા હાલ પીએસઆઇ બી.જી.સરવૈયાએ અપહરણની કલમ ૩૬૩,૩૬૬ મુજબ દિપક કોળી સામે ગુનો નોંધીને તેની તેમજ ભોગ બનેલ સગીરાની ભાળ મેળવવા આગળની તપાસ હાથ ધરી છે.

૯૮ લીટર દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે બે જુદીજુદી જગ્યાઓએ રેડ કરીને કુલ ૯૮ લિટર દેશી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડયા છે અને એક ઈસમનું નામ ખુલ્યુ હોય તેની શોધખોળ હાથ ધરી છે. મોરબીના વીશીપરા વિસ્તારમાં પ્રજાપત નળીયાના કારખાના પાસે રહેતા ધર્મેશ ઉર્ફે ધમો જગદીશ મેર જાતે કોળી નામના ૨૩ વર્ષીય યુવાનના ઘર પાસે બાવળની કાંટમાંથી ૮૦ લીટર દેશીદારૂ કિંમત રૂપિયા સોળસો સાથે પોલીસે ધર્મેશને પકડી પાડયો હતો અને તેને પુછપરછ દરમ્યાન સિકંદર કાદર ભટ્ટી રહે.રણછોડનગર સરદારજીના બંદલા પાસે મોરબી વાળાની પણ સંડોવણી હોવાની કેફીયત આપી હોય હવે પોલીસે સિકંદર ભટ્ટીની શોધખોળ હાથ ધરી છે.જ્યારે મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા સતીશ મગન દેથરીયા કોળી નામના ૩૫ વર્ષીય યુવાનને સેન્ટમેરી સ્કુલ પાછળ આવેલા ખુલ્લા મેદાનમાંથી પોલીસે ૧૮ લીટર દેશી દારૂ કિંમત રૂા.૩૬૦ સાથે પકડી પાડ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલ રોટરીનગર બ્લોક નંબર-૮૮ માં રહેતા રમેશભાઈ ગણેશભાઈ ડોડીયા નામના ૫૪ વર્ષીય આધેડ ઘર નજીકથી પગપાળા જતા હતા ત્યારે કોઈ એક્ટીવા ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત રમેશભાઈને અહીંની સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News