વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ
SHARE









વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ
વાંકાનેર શહેરના દર્દીઓની સેવા માટે વાંકાનેર સરકારી હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર ભાજપ પરિવારના બધા જ કાર્યકર્તાઓ સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને કેલેરીસના પ્રતિનિધિ તરીકે મેનેજર રણજીત રાય અને આસિસ્ટન્ટ મેનેજર મોહિતભાઈ ફીચડીયાનું વાંકાનેર તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા અને શહેર પ્રમુખ પરેશભાઈ મઢવીએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને વાંકાનેર તાલુકા અને શહેરના તમામ ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પ વૃષ્ટિ કરી હતી આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શિરસયા, તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા, સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. ડોક્ટર પરમાર સહિતના એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા હતા અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહએ શુભેચ્છા સંદેશ પાઠવી હતી અને આરોગ્ય સેવા સમિતિના સભ્ય ઋષિરાજસિંહ ઝાલાને પણ અભિનંદન પાઠવ્યા હતા તેવું મિડીયા ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડિયા અને વિનોદભાઈ રાઠોડએ જણાવ્યુ છે
