માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ પાસે સોલર પ્લાન્ટમાંથી જેટકો સુધી પાવર લઈ જવા પાથરેલ વાયરની ચોરી


SHARE







માળીયા (મી)ના ખીરઈ પાસે સોલર પ્લાન્ટમાંથી જેટકો સુધી પાવર લઈ જવા પાથરેલ વાયરની ચોરી

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલ સોલર પ્લાન્ટમાંથી જેટકોને પાવર સપ્લાય કરવા માટે થઈને કોન્ટ્રાક્ટર દ્વારા પાથરવામાં આવેલ વાયરમાંથી ૩૦ હજાર રૂપિયાની કિંમતના એલ્યુમિનિયમના વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે આવેલ ચંદ્રનગરની બાજુમાં યદુનંદન-૧૯ શેરી નં-૨ ખાતે રહેતા કોન્ટ્રાક્ટર દિલીપભાઈ બચુભાઈ મોકાસણા જાતે પટેલ (૪૮)એ  અજાણ્યા શખ્સની સામે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામ પાસે એલાઈવ કંપનીનો સોલાર પ્લાન્ટ આવેલ છે અને તે સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતા પવારને જેટકોના પાવર સ્ટેશન સુધી પહોંચાડવા માટે વાયર પાથરવામાં આવેલ છે તેમાંથી બે થાંભલા વચ્ચેનો એલ્યુમિનિયમ વાયર આશરે અઢીસો મીટર જેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા તેમજ જમીનમાં નાખેલ એલ્યુમિનિયમનો કોપર લેયરનો વાયર ૨૦ મીટર જેની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૩૦ હજાર રૂપિયાની કિંમતના વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News