મોરબીના લીલાપર ગામે ધારાસભ્ય દ્વારા રેશનકાર્ડ-આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો
મોરબીમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ કંડિયા: બક્ષીપંચ-મહિલા મોરચાના પ્રમુખ પણ જાહેર કરાયા
SHARE







મોરબીમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ કંડિયા: બક્ષીપંચ-મહિલા મોરચાના પ્રમુખ પણ જાહેર કરાયા
મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી, મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ઝોન મહામંત્રી કે.એસ. અમૃતિયા તેમજ મંડલ પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતનાએ ચર્ચા કરીને હાલમાં મોરબી શહેર ભાજપ, મોરબી શહેર યુવા ભાજપ, મોરબી શહેર બક્ષીપંચ, મોરબી શહેર મહિલા મોરચાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે.
જેમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ અને મહામંત્રી બાદ હવે જુદાજુદા હોદેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે જેમાં ઉપપ્રમુખ પદે ડો. દિલીપભાઈ ભટ્ટ, અનોપસિંહ જાડેજા, પરેશભાઈ કચોરીયા, હિતેશભાઈ કાવર, ઉર્મિલાબેન કંજારીયા, નૂતનબેન વીડજા, મંત્રી પદે નરેન્દ્રભાઈ પોપટ, ભરતભાઈ ડાંગર, દીપકભાઈ સોમૈયા, અજયભાઈ કોટક, જિજ્ઞાસાબેન ગામી, ભાનુબેન નગવાડીયા, કોસાધ્યક્ષ પદે મનુભાઈ સારેશા, કાર્યાલય મંત્રી પદે માવજીભાઈ કંજારીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે શહેર યુવા મોરચાના હોદ્દેદારમાં પ્રમુખ પદે જયદીપભાઇ કંડીયાની વરણી કરવામાં આવેલ છે
મોરબી શહેર બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોમાં પ્રમુખ પદે વિજયભાઈ આહીર, મહામંત્રી પદે મનસુખભાઈ પરમાર, ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્રભાઈ પરમાર, દિનેશભાઈ રબારી, મંત્રી પદે મુકેશભાઈ કુકરવાડીયા, સાગરભાઇ વધાડીયા, ભાવેશભાઈ ડાભી, કપિલભાઈ ગજીયા તથા કોસાધ્યક્ષ પદે હર્ષદભાઈ વામજાને લેવામાં આવેલ છે જ્યારે મોરબી શહેર મહિલા મોરચાના હોદ્દેદારોમાં પ્રમુખ પદે અલ્પાબેન કક્કડ, મહામંત્રી પદે જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખ પદે ડો. મિત્તલબેન રૈયાણી, આરતીબા રાણા, મંત્રી પદે ચંદ્રિકાબેન મણીયાર, મોનાબેન ત્રિવેદી, પ્રભાબેન મકવાણા, ક્રિષ્નાબેન દસાડિયા તથા કોસાધ્યક્ષ પદે પરમાર હેતલબેનની વરણી કરવામાં આવેલ છે
