મોરબીમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ કંડિયા: બક્ષીપંચ-મહિલા મોરચાના પ્રમુખ પણ જાહેર કરાયા
મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું
SHARE







મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું
મોરબી જીલ્લામાં આર્થિક સમૃદ્ધ ઘણી છે જો કે, સ્લમ વિસ્તારમાં રહેતા લોકો આજે પણ સુવિધાઓ ઝાંખી રહ્યા છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અનોખી પહેલ કરી છે અને તેમની પાસે છેલ્લા અઢી વર્ષથી કોર્ટમાં રિસેસના સમયે કાયદાના પાઠ ભણતા યુવાન વકીલોને સાથે રાખીને સામાજિક જવાબદારીના ભાગ રૂપે મોરબીમાં પાડાપુલ અને મયુર પુલની નીચેના ભાગમાં ઝૂપડામાં રહેતા પરિવારોની મુલાકત કરી હતી અને તેના સંતાનો ભણે છે કે નહીં, તેઓની પાસે સરકારી જરૂરી આધાર પુરાવા છે કે નહીં, તેમના સંતાનો કેમ ભણતા નથી તે સહિતની બાબતોની માહિતી મેળવી હતી અને ત્યાં રહેતા પરિવારના લોકોને તેઓના સંતાનોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને ઘણા લોકો પાસે ત્યાં આધાર કાર્ડ કે રેશન કાર્ડ ન હોવાથી તેના માટે કલેક્ટર સાથે મિટિંગ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોરના આધાર કાર્ડ, રેશન કાર્ડના કામ માટે ખાસ કેમ્પનું આયોજન કરાશે તેવું જણાવ્યુ છે તેમજ એનજીઓ અને શાળા સંચાલકોની મદદ લઈને ત્યાં રહેતા બાળકોને શિક્ષણ મળે તેના માટેનું કામ કરવામાં આવશે
