મોરબીમાં યોજાયેલ સિનીઅર સિટીઝનની વકતૃત્વ સ્પર્ધાના વિજેતાના નામ જાહેર
મોરબીમાં જાહેર મિલકતોના ભાજપને દસ્તાવેજ કરી આપવા રજૂઆત !
SHARE
મોરબીમાં જાહેર મિલકતોના ભાજપને દસ્તાવેજ કરી આપવા રજૂઆત !
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવિને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબીની જાહેર સંપત્તિઓ ઉપર હાલમાં પણ ઝાડી પતાકા છે તેને દૂર કરવામાં આવતા નથી ત્યારે આ મિલકતોનો ભાજપને દસ્તાવેજ કરી આપવા આવે તેવી માંગ કરી છે
મોરબી શહેરની જાહેર સંપત્તિ ઉપર ભાજપ દ્વારા મંત્રીની આશીર્વાદ યાત્રા સમયે પોતાના પાર્ટીબ ઝંડાઓ, પતકડાઓ તેમજ બેનરો મનફાવે તે રીતે મારી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ પણ પ્રજાની જાહેર સંપત્તિ ઉપરથી આ ઝંડાઓ, પતકાઓને હટાવવામાં આવ્યા નથી. ત્યારે જવાબદાર અધિકારી કે કર્મચારીઓ દ્વારા જાહેર સંપતિ ઉપરથી તેને દૂર કરવામાં ન આવતા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરની તમામ જાહેર સંપત્તિઓ ભાજપના નામે કરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને જો આમ કરવામાં નહિ આવે તો તે તમામ જગ્યાઓ ઉપર આમ આદમી પાર્ટીના સાહિત્યને લગાવવામાં આવશે તેવી ચીમકી આપના પરેશભાઈ પરિયા સહિતનાઓએ ઉચ્ચારી છે