મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

હળવદની ટીકર ચોકડી ટ્રેકટરની ટ્રૉલીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









હળવદની ટીકર ચોકડી ટ્રેકટરની ટ્રૉલીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદની ટીકર ચોકડી પાસેથી ટ્રોલી સાથેની ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે ટાયર બદલવાનું પૂછવા માટે ટ્રેક્ટર ઊભું રાખેલ હતું ત્યારે યુવાન તેમાંથી નીચે ઉતરતા સમતે નીચે પટકાતા તેને માથાના પાછળના ભાગે ઇજાઓ થઈ હતી ત્યારબાદ તે યુવાનને ટ્રોલીમાં બેસાડીને મજૂરી કામે જોગલ ગામની સીમમાં લઈ ગયા હતા અને ત્યાં તેને ઉઠાડતા ઉભો થયેલ ન હતો અને પીડાથી કણસતો હતો જેથી કરીને ટ્રોલીમાં ઓઢાડીને તેને સુવડાવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતકના ભાઈને બનાવની જાણ કરવામાં આવતા તે ત્યાં આવ્યો હતો અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ઘાટીયાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના જોગડ ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા ખુમાનભાઈ રાલુભાઈ ડોડીયાર (૩૫) નામનો યુવાન તેના બનેવી તથા શંભુભાઈ મગનભાઈ કટારા સાથે શંભુભાઈના હવાલા વાળા ટ્રેક્ટર ટ્રોલીમાં હળવદની ટીકર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટીકર ચોકડી નજીક ટાયરના કામ માટે થઈને ટાયર બદલવા પૂછવા શંભુભાઈએ તેનું ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું ત્યારે ખુમાનભાઈ ટ્રોલીમાં બેઠા હતા ત્યાંથી તે નીચે ઉતરવા જતા અચાનક ટ્રોલી ઉપરથી નીચે પડ્યા હતા જેથી કરીને તેને માથાના ભાગે ઇજા થઈ હતી અને શંભુભાઈએ ખુમાનભાઈને ટ્રોલીમાં બેસાડયા હતા અને બાદમાં તેઓ ટ્રેક્ટર લઈને જોગડ ગામની સીમમાં આવેલ ઝૂંપડે ગયા હતા ત્યાં શંભુભાઈએ ખુમાનભાઈને ટ્રોલીમાંથી ઉઠાડતા તે ઉભા થયા ન હતા અને પીડાથી કણસતા હતા જેથી કરીને તેને ટ્રોલીમાં જ ઓઢાડીને સુવડાવી દીધા હતા અને સવારે ખુમાનભાઈની તબિયત બગડતા તેના ભાઈ અમરસિંગ રાજુભાઈ ડોડીયાર (૪૬) રહે. ઘાટીયા એમપી વાળાને જાણ કરતાં તેઓ જોગડ ગામે આવ્યા હતા ત્યારબાદ ખુમાનભાઈને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યા ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની અમરસિંગ રાલુભાઈ ડોડીયા દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News