મોરબીના છાત્રાલય રોડ ઉપર કચરના ઢગલા- ટ્રાફિક સમસ્યાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિકો ત્રાહિમામ
SHARE
મોરબીના છાત્રાલય રોડ ઉપર કચરના ઢગલા- ટ્રાફિક સમસ્યાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિકો ત્રાહિમામ
મોરબીના છાત્રાલય રોડ ઉપર ઘણી સ્કૂલ, કોલેજો આવેલી છે અને સુપરમાર્કેટ, માધવ માર્કેટ, પટેલ ચેમ્બર જેવા શોપિંગ સેન્ટરો છે કે જ્યાં બહુ જ ટ્રાફિક રહેતો હોય છે અને સ્કૂલ કે કોલેજ છૂટે ત્યારે અતિ ટ્રાફિક સમસ્યાઓ રોજીંદી બની ગયેલ છે ત્યારે આડેધ પાર્ક કરેલા વાહન, ફ્રુટ કે અન્ય લારી વાળા તથા જે ખાલી ખોટા કંઈ કામ ના હોય અને ચક્કર મારવા આવતા લવર મુછીયાઓથી ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે તેમજ શોપિંગમાં કચરો વાળતાં માણસો દ્વારા જાહેરમાં કચરો નાખીને તેને સળગાવવામાં આવે છે જેથી કરીને આજુબાજુના રહીશો અને દુકાનદારોને ઘણી વખત ઝઘડા થઈ છે ત્યારે કચરો અને ટ્રાફિકની સમસ્યામાથી વિદ્યાર્થીઓ, દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓને કયારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે