મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા યોજાયેલ ફન સ્ટ્રીટમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા
મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું
SHARE







મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું
મોરબીના દાઉદી પ્લોટમાં આવેલ ઈસમાઈલી ખોજા જમાતખાના ખાતે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં ખોજા જમાતખાનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો સહિતના ખોજા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવી જ રીતે મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કરાયું હતું અત્રે ઉલેખનીય છે કે, આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે તે પહેલા દરેક જિલ્લા, તાલુકા અને શહેરમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની યાત્રા યોજાય છે જેમાં ઠેર ઠેર સ્વાગત, પુજન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની ઉમા ટાઉનશીપમાં આ યાત્રા આવી પહોચી હતી ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ભાજપના આગેવાન ગોપાલભાઈ સરડવા સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
