મોરબીની ઉમા ટાઉનશીપમાં ધારાસભ્યની હાજરીમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો
મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા યોજાયેલ ફન સ્ટ્રીટમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા
SHARE







મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા યોજાયેલ ફન સ્ટ્રીટમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા
વર્તમાન સમયમાં શેરીમાં રમાતી રમતો વિસરાઈ ગયેલ છે ત્યારે મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૨૫ વર્ષથી મોટી ઉમરના બહેનો માટે ઓપન મોરબી ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને વર્ષો પછી શેરી રમતો રમવાનો આનંદ લીધો હતો અત્રે ઉલેખનીય છે કે, સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના યુગમાં આજકાલના બાળકો શેરી રમતો સાવ ભૂલી ગયા છે તેવું કહીએ તો તેમાં જરા પણ નથી શકતી નથી કારણ કે મોટાભાગના બાળકો આજે મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપની સામે જોવા મળતા હોય છે ત્યારે જો ઘરમાં રહેલ મહિલાઓ શેરી રમત રમે તો તેના થકી બાળકો તેમાંથી જોઈને તે પણ શેરી રમત રમવા માટે પ્રેરાય તેવી લાગણી સાથે મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આજે ફન સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫થી ૬૦ વર્ષ સુધીના બહેનોએ ભાગ લીધો હતો અને જુની રમતો જેવી કે કોથળા દોડ, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, લંગડી દોડ, ખોખ, સંગીત ખુરશી વગેરે રમતો રમાડવામાં આવી હતી અને દરેક રમતોના વિજેતાઓને ક્લબ તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા આ ફનસ્ટ્રીટ રમતમાં ભાગ લઈને બહેનોએ ખૂબ મજા કરી હતી અને આગામી સમયમાં પણ આવી જ રીતે બહેનો માટે જૂની વિસરાઈ ગયેલી રમતો માટેનું આયોજન કરવામાં આવે તેવી સહુ કોઈ હાજર રહેલા મહિલાઓ દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ મયુરીબેન કોટેચા તથા તેની ટીમે જહેમત ઉઠાવી હતી
